Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

દાહોદ હાઇવે બનશે વધુ સુરક્ષિત : પોલીસ અત્યાધુનિક બાઈક સાથે કરશે નાઇટ પેટ્રોલીંગ

હાઇ વે પર મદદ માટે નાગરિક હેલ્પ લાઇન નંબર પણ જાહેર કરાયો

 દાહોદ : હાઇવે પર નાઇટ પેટ્રોલીંગની કામગીરી વધુ ચુસ્ત બનાવવા દસ અત્યાધુનિક બાઇકોને જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર એલીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી. દાહોદના હાઇ વે પર નાઇટ પેટ્રોલીંગની કામગીરી હવે વધુ ચુસ્ત બનાવવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે ખંગેલા ચેક પોસ્ટ ખાતેથી ૧૦ નવી અત્યાધુનિક બાઇકોને લીલી ઝંડી આપી છે. આ ઉપરાંત પાંચ બાઇકો દાહોદ શહેરની સુરક્ષા વધુ સદ્યન બનાવવા માટે ટાઉન પોલીસને ફાળવવામાં આવી છે. આ પ્રસંગે એએસપી સુશ્રી શૈફાલી બારવાલે પણ બાઇકોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

 જિલ્લા પોલીસ દ્વારા દાહોદ ઇન્દોર હાઇવે પરનો સુરક્ષા બંદોબસ્ત વધુ સદ્યન બનાવવામાં આવ્યો છે. પરિણામે હાઇવે પરની ચોરી-લૂટફાંટની દ્યટનાઓમાં નોંધપાત્ર દ્યટાડો આવ્યો છે. હાઇવે પર નવ પોલીસ સહાયતા કેન્દ્ર પર પોલીસકર્મી ચોવીસે કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યાં છે. રાતે પસાર થતાં મુસાફરોને કોઇ પણ પ્રકારની સહાય અને સુરક્ષા માટે તેઓ પ્રતિબદ્ઘ છે.

 રાત્રી દરમિયાન પોલીસની ૧૦ ગાડીઓ સતત પેટ્રોલીગ દ્વારા હાઇવે પર બાજ નજર રાખે છે. ત્યારે અત્યાધુનિક ૧૦ બાઇકો સાથે હાઇ વે પરની સુરક્ષાને વધુ સઘન બનાવવામાં આવી છે. કલેકટર શ્રી વિજય ખરાડીએ આ માટે જરૂરી ગ્રાંન્ટની ફાળવણી કરી હતી. પંચમહાલ પોલીસ રેન્જ આઇ.જી.   એમ.એસ. ભરાડાએ હાઇ વે પરની સુરક્ષાને અગત્યની પ્રાથમિકતા ગણી પ્રાધાન્ય આપવા જણાવ્યું છે.

 ત્યારે ભવિષ્યમાં હાઇ વે પરની સુરક્ષા હજુ પણ વધુ અત્યાધુનિક સાધનો સાથે સજજ કરવામાં આવશે. હાઇ વે પર મદદ માટે કોઇ પણ નાગરિક હેલ્પ લાઇન નં. ૮૭૮૦૩૯૦૩૯૭ નંબર પણ કાર્યરત કરવામાં આવ્યો છે.

(2:51 pm IST)