Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

વિજ કંપનીઓનું ખાનગીકરણ અટકાવો

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત

રાજકોટ તા. ૫ : કેન્દ્ર સરકાર દ્વારા વિજ કંપનીઓનું ખાનગીકરણ કરવાની હીલચાલ ચાલી રહી છે જેનો ગુજરાત ઉર્જા સંકલન સમિતિએ વિરોધ દર્શાવી અને આ ખાનગીકરણ અટકાવવા મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવાયુ છે કે, વિજ કંપનીના ખાનગીકરણને કારણે ખેડૂતો, કારખાનેદારો, સામાન્ય નાગરિકો વગેરે વિજ ગ્રાહકોને તોતીંગ વિજ બીલ ફટકારાશે. ખાનગી કંપની કુદરતી આફત વખતે વિજ પૂરવઠો તાત્કાલીક પૂર્વવત કરવામાં નબળી પડશે અને સરકારી યોજનાઓનું અમલીકરણ પણ અટકી પડશે.

એટલું જ નહી કર્મચારીઓનું આર્થિક શોષણ થશે માટે વિજ કંપનીનું ખાનગીકરણ અટકાવવું જરૂરી છે.

(2:52 pm IST)