Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

સુરતમાં મહિલા બુટલેગરનો વીડિયો વાયરલઃ શરીર ઉપર દારૂની બોટલો બાંધીને લોકોને ડિલીવરી પહોંચાડી

સુરત: સુરતમાં મહિલા બૂટલેગરનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. જેમા મહિલા જે રીતે દારૂનો વેપલો કરી રહી છે તેનો વીડિયો જોઈને સૌ કોઈ ચોંકી જાય. કેવી રીતે આ મહિલા દારૂની બોટલોને છુપાવવા પોતાના શરીરનો ઉપયોગ કરી રહી છે તે જોવા જેવુ છે. સાથે જ આવી મહિલાઓ ગુજરાતના દારૂબંધીના કાયદાને કઈ હદે તોડે છે તે પણ જોઈ શકાય છે.

સુરતમાં એક મહિલા બૂટલેગરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક મહિલા દારૂની બોટલ શરીર પર બાંધીને લોકોને ડિલીવરી આપી રહી છે. સુરતના વરાછા વિસ્તારનો આ વીડિયો હોવાનું કહેવાય છે. આ વીડિયોમા દેખાઈ રહ્યુ છે કે, કેવી રીતે મહિલા પોતાના શરીર પર 20 થી 30 દારૂની બોટલ બાંધી રહી છે. શરીરના એ અંગો, જેને કપડાથી છુપાવી શકાય છે તેના પર દારૂની બોટલો બાંધતી આ મહિલા સુરત પોલીસને મોટી લપડાક સમાન છે. 

જે રીતે તે પોતાના શરીર પર બોટલ બાંધી રહી છે, તે જોતા કહી શકાય કે તે રોડ પર નીકળે તો તેને ઓળખવી પણ મુશ્કેલ બની જાય કે, આ મહિલા પાસે દારૂ છે. સફાઈપૂર્વક તે પોતાના શરીર પર દારૂની બોટલો બાધે છે. ત્યારે આ વીડિયો ફરીથી એ જ સવાલ ઉભા કરે છે કે, ગુજરાતમા દારૂબંધી ક્યા છે. તો બીજી તરફ, સુરતની વરાછા પોલીસે દારૂ વેચવા માટે મંજૂરી આપી હોવાનુ પણ ચર્ચાઈ રહી છે. ત્યારે હવે સુરત પોલીસ પર પણ અનેક સવાલો ઉભા થયા છે.

(4:32 pm IST)