Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

વડોદરાના ગોધરા વિસ્તારમાં બિલ્ડરોના ત્યાં આવકવેરાના દરોડા: વેપારી બિલ્ડર સહીત સાત અન્ય જગ્યાએ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

વડોદરા: શહેરના ગોધરા વિસ્તારમાં આવકવેરા વિભાગે સપાટો બોલાવતા બિલ્ડરો વેપારીઓ અને બીજા ધંધાર્થીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. ગોધરામાં સ્ટીલ ઓટો તેલના વેપારી બિલ્ડર અને જમીન દલાલ સહિત સાતથી વધુ સ્થળે આઇટી અધિકારીઓ સવારથી આવી ગયા હતા અને ઓપરેશન શરૂ કર્યું હતું. 

જેમાં નાણાકીય હિસાબો, બેંક ડેટા, રેકોર્ડ, પાછલા વર્ષના રિટર્ન, બિલ બુકો, વગેરેની ચકાસણી શરૂ કરી હતી. સવારથી આઇટી અધિકારીઓએ 10થી વધુ વાહનોમાં આવી પહોંચીને ગોધરા વિસ્તારમાં ધામા નાખ્યા હતા. 

લાંબા સમય બાદ આઇટી વિભાગ સક્રિય થયું છે અને ગોધરા વિસ્તારમાં જ સપાટો બોલાવતા માર્કેટમાં ગભરાટ વ્યાપી ગયો હતો. કામગીરી લાંબો સમય ચાલે તેમ છે અને મોટી રકમનું બિનહિસાબી નાણું બહાર આવે તેવી શક્યતા છે.

(4:53 pm IST)