Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

વડોદરાના વાઘોડિયા તાલુકામાં 14 વર્ષીય સગીરાને ખેતરમાં લઇ જઈ વિધર્મી યુવાને દુષ્કર્મ આચરતા ગુનો દાખલ

વડોદરા: શહેરના વાઘોડિયા તાલુકામાં ૧૪ વર્ષની સગીર કન્યાને ઘરમાંથી રાત્રે ઉઠાવી જઇ ખેતરમાં વિધર્મી યુવાને દુષ્કર્મ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે વાઘોડિયા તાલુકાના ફલોડ ગામમાં રહેતો સદ્દામ મહંમદ ઉર્ફે સત્તારભાઇ મન્સુરી ૧૪ વર્ષની કન્યા તેના ઘરમાં ઊંઘતી હતી ત્યારે તેને ઊંઘમાંથી જગાડી ઉઠાવી ગયો  હતો. પોતાના ગામના ખેતરમાં લઇ જઇ સદ્દામે બળાત્કાર ગુજાર્યો હતો અને રાત્રે ધમકી આપી સદ્દામ ભાગી ગયો હતો.

દરમિયાન ઘરમાં પુત્રીને નહી જોતા આખરે પરિવારજનોએ શોધખોળ કરતા જાણવા મળ્યું હતું કે સગીરા ફલોડ ગામના ખેતરમાં એકલી છે. બાદમાં પરિવારજનો ખેતરમાં પહોંચી ગયા હતા અને તેની પૂછપરછમાં સમગ્ર હકીકત જાણવા મળી હતી. આ બનાવ અંગે આખરે  સગીરાના પિતાએ સદ્દામ સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(4:57 pm IST)