Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

સુરત: ઘર ખર્ચના પૈસા આપવાની મનાઈ કરતા શખ્સ પર ચપ્પુથી જીવલેણ હુમલો થતા પોલીસ ફરિયા

સુરત:પગમાં ઇજા થઇ હોવાથી કામધંધો નહીં કરી શકનાર રત્નકલાકારે ઘર ખર્ચના પૈસા આપવાનો ઇન્કાર કરતા ચપ્પુ વડે હુમલો કરી ગળા, માથા, હાથના ભાગે ઘા મારી ગંભીર ઇજા પહોંચાડતા અમરોલી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમરોલી મહાવીરનગરની સામે રઘુવીર સોસાયટીમાં રહેતા અને રત્ન કલાકાર દિનેશભાઈ દેવરાજ આંબલીયા (ઉ.વ.32) એ દુર્ગાપ્રસાદ બંસુપ્રસાદ (રહે. ચાંમુડા નિવાસ, ગદા મહોલ્લો, અમરોલી) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે દિનેશના રત્નકલાકાર મિત્ર રવિને પગના અંગુઠામાં ઇજા થઇ હોવાથી તે હાલમાં કામધંધો કરી શકે એમ નથી. બીજી તરફ દુર્ગાપ્રસાદે ઘર ખર્ચ માટે રવિ પાસે પૈસા માંગ્યા હતા. પરંતુ રવિ કામધંધા પર જતો નહીં હોવાથી હાલમાં પોતાની પાસે પૈસા નથી એટલે આપવાનો ઇન્કાર કર્યો હતો. 

જેથી ઉશકેરાયેલા દુર્ગાપ્રસાદે ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી રવિને ગળા, માથા અને હાથમાં ગંભીર ઇજા પહોંચાડી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે અમરોલી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી દુર્ગાપ્રસાદની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

(4:59 pm IST)