Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

સુરતના લીંબાયતમાં પોલીસે દેશી બનાવટના તમંચા સાથે એક યુવાનને ઝડપી પાડ્યો

સુરત: શહેરમાં લિંબાયત મહારાણા પ્રતાપ ચાર રસ્તા પાસેથી પોલીસે દેશી બનાવટના તમંચા અને બે નંગ જીવતા કાર્ટીસ સાથે એક યુવાનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લિંબાયત પોલીસે બાતમીના આધારે મહારાણા પ્રતાપ ચાર રસ્તા પાસેથી મીતેશ ઉર્ફે ચામડ ભીખુભાઇ પટેલ (ઉ.વ. 23 રહે. બિલ્ડીંગ નં. એલ 2, ફ્લેટ નં. 1, પદમા નગર, એસએમસી આવાસ, પનાસ અને મૂળ પાણીની ટાંકી પાસે, ગજેરાવાડી, વલસાડ) ને ઝડપી પાડી તેની પાસેથી દેશી બનાવટનો તમંચો અને બે નંગ જીવતા કાર્ટીસ કબ્જે લીધા હતા. 

પોલીસે મીતેશ ઉર્ફે ચમાડની પુછપરછ કરતા ચાર વર્ષ અગાઉ આગ્રા ફરવા ગયો હતો ત્યારે આગ્રા બસ સ્ટેન્ડ સામે રહેતા મુકેશ નામના યુવાન પાસેથી 8,000 રૂપિયામાં પોતાની સેફ્ટી માટે ખરીદયો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તમંચો અને બે કાર્ટીસ કબ્જે લઇ મીતેશ ઉર્ફે ચામડ અને મુકેશ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી મુકેશને વોન્ટેડ જાહેર કર્યો છે.

(4:59 pm IST)