Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ભિલોડા તાલુકાના આંબાબાર નજીક જમીન ઝઘડા બાબતે અદાવત રાખી ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કરતા બે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ભિલોડા:તાલુકાના આંબાબાર ગામે જમીન પ્રકરણે અદાવત રાખી ત્રણ શખ્સોએ ઘર ઉપર હુમલો કરતાં ઘરના આંગણે ઉભેલ બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જોકે ભિલોડા કોટેજ હોસ્પિટલમાંથી જરૃર જણાતાં આ બંને ઈજાગ્રસ્ત મહિલાઓને હિંમતનગર ખસેડવાની ફરજ પડી હતી.જયારે જેમના ઘર ઉપર હુમલો કરાયો હતો તે મહિલાની ફરીાયદના આધારે ભિલોડા પોલીસે ૩ વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ભિલોડા તાલુકાના અંબાબાર ગામે પરીવાર સાથે રહેતા જશોદાબેન પલાત ગત શુક્રવારની સાંજે તેમની દિકરી ડીમપલ અને પુત્રવધુ ટીંકલ સાથે ઘરે હતા. અને ઘર પાછળ વાડામાં ઢોર બાંધી રહયા હતા. ત્યારે જ અચાનક પોતાની પુત્રી ડીમ્પલ ચીસો પાડતી દોડતી આવતાં આ જશોદાબેન એકાએક ગભરાઈ ગયા હતા. પુત્રીને પુછતાં તેને રડતી આંખે જણાવ્યું હતું કે તેણી અને તેના ભાભી ઘર આંગણે ઉભા હતા ત્યારે ઉશ્કેરાઈ આવી ચડેલા નગજીભાઈ નાથાભાઈ વરસાત,મિતેષભાઈ  રામજીભાઈ અસારી સહિત ત્રીજો કોઈ અજાણ્યા ઈસમે છુટા હાથે પથ્થર મારો કર્યો હતો.

(5:03 pm IST)