Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ખેડબ્રહ્મામાં બેંક નજીક અજાણ્યા ટાબરિયાઓએ બાઈક પરથી શખ્સને આંતરી 1,10,000 લાખનો થેલો લઇ રફુચક્કર થઇ જતા પોલીસ ફરિયાદ

ખેડબ્રહ્મા:સાબરકાંઠા બેંક આગળ એક વ્યક્તિના કોઈ અજાણ્યા ટાબરીયાઓએ બાઈક ઉપરથી રૃ. ૧,૧૦,૦૦૦ અને ચેકબુકનો થેલો ઉઠાવી નાસી ગયાની ફરીયાદ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને નોધાઈ છે.

ખેડબ્રહ્મા જાહેર રોડ ઉપર આવેલા સાબરકાંઠા બેંક આગળ ગોતા કંપાના જગદીશભાઈ બાબુભાઈ પટેલ સાબરકાંઠા બેંક આગળ તેમની મોટરસાયકલ મુકી હતી. અને તેના હુકમાં કપડાની થેલી ભરાવી હતી.

 જેમાં રૂ.૧,૧૦,૦૦૦ તેમજ ચેકબુક હતી. જે અજાણ્યા બે ટાબરીયા આવીને તેમની નજર ચુકવીને ચેકબુક અને રૂ. લઈને નાસી જતા તેની શોધખોળ કરી હતી. પરંતુ તે હાથ આવ્યા નહોતા. જેથી જગદીશભાઈએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા ખેડબ્રહ્મા પી.એસ.આઈ વિશાલ પટેલે તપાસ હાથધરી હતી.

(5:05 pm IST)