Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

દિવાળી ટાણે ગોધરામાં આવકવેરા વિભાગે બિલ્ડર અને વેપારીઅો પર ધોîસ બોલાવીઃ ૧૫ ટીમો દ્વારા સર્ચ અોપરેશન અને સર્વેની કામગીરીથી ફફડાટનો માહોલ

પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરામાં આવકવેરા વિભાગે દરોડા પાડતા વેપારીઓ- બિલ્ડર લોબીમાં ફફડાટ જોવા મળ્યો હતો. દિવાળી પહેલા આવકવેરા વિભાગની કાર્યવાહીથી ગોધરામાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

ગોધરામાં તેલ વેપારીઓ, બિલ્ડર અને અન્ય વેપારીઓને ત્યા આવકવેરા વિભાગની 15 જેટલી ટીમો બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. હાલ સર્વેની કામગીરી ચાલતુ હોવાનું જાણવા મળે છે.

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તે પહેલા જ આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડયા છે. આજે વહેલી સવારે આવકવેરા વિભાગના અધિકારીઓ અલગ અલગ વાહનોમા ગોધરા આવી પહોચ્યા હતા.આવકવેરા વિભાગની જુદી જુદી 15 ઉપરાંત ટીમો દ્વારા ગોધરા શહેરના અનાજ, તેલ નાના-મોટા વેપારીઓ , બિલ્ડરો, ફાયનાન્સનો વેપાર કરતા વેપારી, ઓટોમોબાઇલનો બિઝનેશ કરતા વેપારી તેમજ સ્ક્રેપનો બિઝનેસ કરતા વેપારીઓને ત્યાં વહેલી સવારથી આવકવેરા વિભાગ દ્વારા સર્વેની કામગીરી અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામા આવી રહી છે. આવકવેરાની તપાસના પગલે કેટલાક વેપારીઓ,બિલ્ડર લોબીમાં ફફડાટ જોવા મળ્યો હતો.

(5:19 pm IST)