Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

નર્મદા જિલ્લામાં ૧૦ કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે જિલ્લાનો કુલ આંકડો ૧૩૨૫ પર પહોંચ્યો

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ફરી વધી રહ્યું છે જેમાં ગુરુવારે ૧૦ કોરોના પોઝિટિવ કેસો જોવા મળ્યા છે.
  આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો. આર. એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં નાંદોદ તાલુકાના જીતનગરમાં-૦૪,વડીયામાં-૦૧ ગરુડેશ્વરના કેવડીયામાં- ૦૧,તિલકવાડા કાલા ઘોડા -૦૧ જ્યારે સાગબારા માં-૦૩ મળી નર્મદા જિલ્લામાં માત્ર ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
  રાજપીપળા કોવિડ હોસ્પિટલ માં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે, જ્યારે ૦૯ દર્દીઓ સારવાર હેઠળ છે, કોવિડ કેર સેન્ટર માં ૪૦ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૩૨ દર્દી દાખલ છે.આજરોજ ૦૩ દર્દી સજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૨૪૧ દર્દી સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૧૩૨૫ એ પહોચ્યો છે.આજે વધુ ૨૯૪ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(9:54 pm IST)