Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

સુરત : કોર્પોરેટરના પત્નીના નામે ગેરકાયદે બાંધકામ અંગે રીટ : હાઇકોર્ટે કહ્યું વિવાદનો તરકીક નિરાકરણ કરો

કોર્પોરેશનને અનેકવાર રજુઆત કર્યા છતાં કોઈ પગલાં ન લેતા ગુજરાત હાઈકોર્ટમાં રિટ

અમદાવાદ: સુરતના પાંડેસરામાં રહેતા ભાજપના કોર્પોરેટર નેવીદાસ વાનખેડે તેમની પત્નીના નામે હાઉસિંગ બોર્ડમાં કરેલા ગેરકાયદેસર બાંધકામ તોડવા બાબતે કોર્પોરેશનને અનેકવાર રજુઆત કર્યા છતાં કોઈ પગલાં ન લેતા ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરતા કોર્પોરેશન તરફથી ખાતરી આપવામાં આવી છે કે કાયદો તેનું કામ કરશે. ત્યારબાદ આ અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

3જી નવેમ્બરના રોજ જસ્ટિસ સોનિયા ગોકાણીની અધ્યક્ષતાવાડી ડિવિઝન બેંચે કહ્યું કે આ કેસનો તરકીક નિરાકરણ લાવવામાં આવે. કોર્ટ તરફથી કોર્પોરેશન વિરુદ્ધ કોઈ હુકમ કે મનાઈ હુકમ નથી ત્યારે તેનું તરકીક નિરાકરણ થવું જોઈએ. કોર્ટના અવલોકન બાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલે કાયદો તેનું કામ કરશે કહેતા કન્ટેમ્પ પિટિશનનો નિકાલ કરવામાં આવ્યો હતો.

અરજદાર નિમેષ કાપડિયા મારફતે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજુઆત કરવામાં આવી હતી કે વર્ષ 2019માં હાઈકોર્ટે તમામ પક્ષકારોને સાંભળીને નિણર્ય લેવાનો કોર્પોરેશનને આદેશ કર્યો હતો. ત્યારબાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનન દ્વારા બધા પક્ષકારોને સાંભળવામાં આવ્યા હતા અને કોર્પોરેટર અને તેના પાડોશીની બિલ્ડીંગને ગેરકાયદેસર બાંધકામ અંગેની નોટિસ આપવામાં આવી હતી. જોકે હાઈકોર્ટમાં દાખલ કન્ટેમ્પ પિટિશનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વનખેડે કોર્પોરેટર હોવાથી બાંધકામ તોડવા અંગે વધુ પગલાં લેવાયા નથી.

(11:44 pm IST)