Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ગુજરાતમાં ફરીવાર સરકાર બનાવશે ભાજપ તમામ એકઝીટ પોલમાં કેસરીયાને બહુમતી

ગુજરાતમાં આ વખતે પણ ભાજપનું આવશે કે આમ આદમી પાર્ટીનું ઝાડું ફરી વળશે, કોગ્રેસનો હાથ ફરી મજબૂત થશે? : ઉત્તેજનનો અંત : જુઓ ક્યાં એક્ઝિટ પોલમાં ભાજપને કેટલી સીટ ?

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ ચૂક્યું છે,હવે એક્ઝિટ પોલ દ્વારા ખબર પડશે કે આ રાજ્યોમાં કોની સરકાર બની શકે છે. પરિણામ 8 ડિસેમ્બરે આવશે. શું કહે છે ગુજરાત. કોની સંખ્યા વધી રહી છે, કોને નુકસાન થઈ રહ્યું છે અને કોને ફાયદો થઈ રહ્યો છે તે જોવા મળે છે. ગુજરાતમાં આ વખતે પણ ભાજપનું આવશે કે આમ આદમી પાર્ટીનું ઝાડું ફરી વળશે, કોગ્રેસનો હાથ ફરી મજબૂત થશે. સૌથી મોટા એક્ઝિટ પોલના સર્વે શું કહે છે તે જાણિયે

એક્ઝિટ પોલના સર્વે આંકડા બહાર આવ્યા છે, સતાનું સમીકરણ આ વખતે પણ ભાજપની જંગી જીત દર્શાવી રહ્યુ છે. TV 9 ગુજરાતી એક્ઝિટ પોલ સર્વેના આંકડા દર્શાવે છે કે ભાજપને 125 થી 130 સીટ પર જીત મળી શકે છે. કોગ્રેસને 40 થી 50 સીટ અને આમ આદમી પાર્ટી કે જે આ વર્ષે ગુજરાત પ્રચારમાં ખુબ એક્ટીવ રહી તેને સર્વે 3 થી 5 સીટ આવે તેવી સંભાવના બતાવી છે, આ ઉપરાંત અપક્ષને 3 થી 7 સીટ આવવાની સંભાવના છે.

રિપબ્લિકના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં બનશે ભાજપની સરકાર :ભાજપને 128 બેઠકો મળવાનું અનુમાન, કોંગ્રેસને 30 બેઠકો જ મળવાનું અનુમાન: આપને મળી રહી છે માત્ર 2 જ બેઠક

  • એબીપી મુજબ દક્ષિણ ગુજરાતમાં વોટ શેર 48 ટકા ભાજપ, 23 ટકા કોંગ્રેસ, 27 ટકા આપ, 2 ટકા અન્ય મળશે
  • એબીપી મુજબ પ્રમાણે ઉત્તર ગુજરાતનો વોટશેર 21-25 સીટ ભાજપ, 6-10 કોંગ્રેસ, 0-1 આપ, 0-2 અન્યને મળશે

 

(8:56 pm IST)