Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

દેડીયાપાડા રોડ અકસ્માતમાં એકજ પરીવારના ચાર સભ્યોના મોત નિપજાવી નાસી જનાર આરોપીને પકડી પાડતી પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગઇ તા.૦૧/૧૨/ ૨૦રર ના રોજ ડેડીયાપાડા અંકલેશ્વર રોડ પર આવેલ નિઘટ ગામે પાસે સુનીલભાઇ જેઠીયાભાઇ વસાવા, કોકીલાબેન સુનીલમાઇ વસાવા તથા રીયાનમાઇ સુનીલભાઇ વસાવા તથા ઋત્વી બેન સુનીલભાઇ વસાવા નાઓ મોટર સાઇકલ નંબર-,-22-F-0368 ની લઇને ભુતબેડા ગામેથી વેડછ ગામે જતા હતા તે દરમ્યાન એક સફેદ કલરની સ્વીફ્ટ ફોર વ્હીલર ગાડી નંબર-GJ-06-ના-5867 ના ચાલકે ગાડી પુરઝડપે હકારી સુનીલભાઇની મોટર સાઇકલ સાથે અકસ્માત કરી આશરે ૧૦૦ મીટર જેટલા દૂર ઘસડી લઇ જઇ મોટર સાઇકલ પર સવાર એક જ પરિવારના ચાર સભ્યોને શરીરે ઇજાઓ પહોંચાડી મોત નિપજાવેલ જે બાબતે દેડીયાપાડા પો.સ્ટે માં ગુનો દાખલ કરવામાં આવેલ હતો,જે ગુનામાં સ્વિફ્ટ ગાડી નંબર GJ-26-HL-5867 માંથી અંગ્રેજી દારૂ,બિયર ,એન્ડ્રોઇડ મોબાઇલ કિં.રૂ.૫૦,૦૦૦ તથા ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૩,૫૦ ,૫૦૦ નો પ્રોહી મુદામાલ મળી આવતા અકસ્માત કરી નાસી જનાર ચાલક વિરૂધ્ધ પ્રોહીબીશનનો અલગ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ ઘટનામાં સી.ડી.પટેલ પોલીસ સબ ઇન્સપેક્ટર દેડીયાપાડા પો.સ્ટે. નાઓએ અકસ્માત કરી નાસી જનાર ફોર વ્હીલર ગાડીના ચાલક રાહુલ ઉર્ફે કાલીયો ઓકારામ માલી (મારવાડી)( રહે-કંબોડીયા, મંદિર કળીચુ તા.નેત્ર જિલ્લો-ભરૂચ )નાઓને બાતમી આધારે કેવડી ના ઉમરપાડા ખાતેથી ઝડપી પાડી તેમજ બનાવ સમયે રાહુલ ઉર્ફે કાલીયો ઓંકારામ માલી (મારવાડી) નાઓ સાથે ગાડીમાં હાજર કશ્યપ સામસીંગમાઇ વસાવા (રહે.વાડી તા.ઉમરપાડા જિલ્લો નર્મદા)ને એલ.સી.બી. નર્મદા એ પકડી દેડીયાપાડા પો.સ્ટે. ખાતે સોંપતા બન્ને આરોપીઓની અટક કરવામાં આવી છે.

આ ઘટનામાં આરોપીઓને પોલીસ છાવરતી હોવાનું જોવા મળ્યું.
આ અકસ્માત બાદ પ્રથમ ફરિયાદમાં પોલીસે દારૂનો કોઈ ઉલ્લેખ ન કરતા લોકોમાં રોષ બાદ પોલીસે બીજા દિવસે દારૂનો અલગ ગુનો દાખલ કર્યો હતો ત્યારે બુટલેગરને બચાવવા પ્રયાસ કરાયા હોવાના આક્ષેપ પણ લાગ્યા હતા અને હાલ આરોપી પકડાયા બાદ પણ મીડિયાને તેના ફોટા આપવામાં પોલીસ ઓળખ પરેડ બાકી હોવાનું જણાવી ફોટા નહિ આપતા હજુ પણ આ આરોપીઓ ને છાવરવા પ્રયાસ થતો હોય તેમ લાગી રહ્યું છે

 

(10:00 pm IST)