Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

કોરોનના ઓમિક્રોનના જોખમને હળવાશથી નહિ લેતા : ડૉક્ટરોની નાગરિકોને અપીલ સંક્રમણ ક્ષમતા ઘણી વધુ

બીજી લહેરની પીક દરમિયાન નોંધાયેલા રોજિંદા આંકડાથી વધી જવાની શક્યતા

અમદાવાદ ;ગુજરાતમાં કોવિડ-19ના કેસોમાં વધારો થવાની સાથે ડૉક્ટરોએ નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે, કારણ કે આગામી 15 દિવસમાં ઇન્ફેક્શનમાં મોટો વધારો થવાની અપેક્ષા છે.

અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદમાં સીનિયર ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને ગુજરાત સ્ટેટ કોવિડ ટાસ્કફોર્સના સભ્ય ડૉ. મહર્ષિ દેસાઈએ કહ્યું હતું કે, ડેલ્ટા વેરિઅન્ટને કારણે મહામારીની બીજી લહેરની પીક દરમિયાન કોવિડ-19ના નવા કેસોનાં આંકડા કરતાં આ વર્ષે ત્રીજી લહેરમાં રોજિંદા નવા કેસોનો આંકડો વધી જાય તો નવાઈ ન લાગવી જોઈએ.

ડૉ. દેસાઈએ કહ્યું હતુ કે, “અમે આગામી 15 દિવસમાં કેસોમાં મોટા વધારાની અપેક્ષા ધરાવીએ છીએ. જો બીજી લહેરની પીક દરમિયાન નોંધાયેલા નવા કેસોના આંકથી ત્રીજી લહેર દરમિયાન કોવિડ-19ના નવા રોજિંદા કેસોની સંખ્યા વધી જાય તો નવાઈ ન લાગવી જોઈએ.” તેમણે જણાવ્યું હતું કે, અતિ ઇન્ફેક્શિયસ (ચેપી) ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઓમિક્રોન વેરિઅન્ટની ઇન્ફેક્ટિવિટી ( સંક્રમણ ક્ષમતા ) વધારે છે

(11:57 pm IST)