Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

કપરાડાના ધારાસભ્ય અને રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરી કોરોના સંક્રમિત

તેઓએ સલામતીના ભાગરૂપે રિપોર્ટ કરાવ્યો હતો. અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો :પોતાને તેઓએ આઇસોલેટ કર્યા

વલસાડ જિલ્લામાં કોરોનાનો ગ્રાફ તેજ ગતિએ વધી રહ્યો છે. આજે જિલ્લામાં 71 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. સાથે કપરાડાના ધારાસભ્ય અને રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરી પણ કોરોના સંક્રમિત થયા છે.

મંત્રી જીતુભાઈ ચૌધરીને કોરોનાના લક્ષણો જણાતા તેઓએ સલામતીના ભાગરૂપે રિપોર્ટ કરાવ્યો હતો. અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી પોતાને તેઓએ આઇસોલેટ કર્યા છે.

અને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતે કોરોના સંક્રમિત થયા છે. તેવી લોકોને જાણ કરી હતી. અને તેમના સંપર્કમાં આવેલા સમર્થકો, લોકો સાથે અરજદારોને પણ સલામતીના ભાગરૂપે કોરોના રિપોર્ટ કરાવવા માટે અપીલ પણ કરી છે. આમ વલસાડ જિલ્લામાં છેલ્લા છ દિવસમાં 150થી વધુ કોરોનાના કેસ આવતા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

(12:42 am IST)