Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

મહિલા પોલીસ ભોગ બનનાર બાળકીને ઘેર મહેમાન બની અને સ્કૂલમાં ટિચરનો વેશ ધારણ કરી રહેલ : હર્ષદ મહેતા

પરિવાર હોસ્ટાયેલ જાહેર થવા છતાં પોલીસ દ્વારા ૧૫૦ લોકોની ટીમ, ટેકનિકલ નિષ્ણાતો, એફએસએલ સાથે સુરતથી સ્કેચ આર્ટિસ્ટ તેડાવી ગામો ગામ અને વોર્ડમાં ફોટો લગાડેલ : ખૂદ એસપી પરોઢ ત્રણ વાગ્યા સુધી પોલીસ મથકમાં રહેવા છતાં, સવારે ૯ વાગ્યે હાજર થઈ જતાં, રાજકીય માહોલ પણ ગરમાયો હતો : મોબાઈલના મોડેલના આધારે પોલીસ ખાખાખોળા કરતી - કરતી આરોપી સુધી કેવી રીતે પહોંચી ? આરોપીએ ખુદ પોતાનો સ્કેચ કેવી રીતે નિહાળ્યો સહિતની સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર જગાવનાર બોટાદમાં છ વર્ષની બાળકીના આરોપીને ૨૦ વર્ષની સજાની ભીતરી કથા બોટાદ એસપી અકિલા સમક્ષ વર્ણવે છે.

રાજકોટ તા.૬, સમગ્ર સૌરાષ્ટ્રના લોકોમાં અને રાજકીય પાર્ટીઓમાં ભારે ચર્ચાસ્પદ અને કોઈ જાતની કલું વગરના ૩ વર્ષ અગાઉ બોટાદ શહેરમાં છ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરનાર શખ્સને ઝડપવા પોલીસ ટીમ દ્વારા નવા સવા ચાર્જ સંભાળનાર એસપી હર્ષદ મહેતા ટીમ દ્વારા પરિવારના સભ્યો હોસ્ટાયેલ જાહેર થવા છતાં હાલના લો એન્ડ ઓર્ડરના વડા અને તત્કાલીન ભાવનગર રેન્જ વડા નરસિંહમા કોમરના માર્ગદર્શન હેઠળ કેસ ઉકેલી કાનૂની નિષ્ણાતો, ટેકનિકલ ટીમ, એફએસએલ તથા પોલીસ તંત્રના નાનામાં નાના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ મહેનતનો સરવાળો એટલે ૨૦ વર્ષની સજા હોવાની પડદા પાછળની કથા અકિલા સાથેની વાતચીતમાં બોટાદ એસપી હર્ષદ મહેતા દ્વારા વર્ણવવામાં આવી છે

 હર્ષદ મહેતા દ્વારા જણાવવામાં આવેલ કે પોતે ચાર્જ સાંભળ્યાને હજુ એક સપ્તાહ પણ થયું ન હતું ત્યારે ૨૯/૧૧/૨૦૧૮ના રોજ સાડા છ વર્ષની માસૂમ બાળકીને કોઈ અજાણ્યો શખ્સ પતંગ બનાવી આપવાની લાલચ આપી દૂર લઇ જઇ ને બાળા સાથે દુષ્કર્મ આચરતા હર્ષદ મહેતા દ્વારા તત્કાલીન આઇજી નરસીહમાં કોમર સાથે ચર્ચા કરી તેમના માર્ગદ્શન મુજબ ૧૫૦ પોલીસની ટીમ બનાવી હતી, બાળકી દ્વારા થયેલ વર્ણન આધારે સુરતથી  નિષ્ણાત કેચ આર્ટિસ્ટ બોલાવવામાં આવેલ. ભાવનગરથી પણ કેચ આર્ટિસ્ટ બોલાવાયેલ.

સોશ્યલ મીડિયા અને અખબારો મારફત હજારો કોપી સાથે આસપાસના તમામ ગામો માટે ૬ હજાર ઝેરોક્ષ કોપી કાઢી પંચાયત વિગેરેની મદદથી દરેક ગામમાં લગાડવામાં આવેલ, એક વોર્ડ ખાલી ન રહે તેવી જડબેસલાક વ્યવસ્થા કરેલ. ખુદ આરોપી પણ પોતાનો સકેચ નિહાળી ગભરાઈ ગયેલ.

 ૬ વર્ષની બાળકી અને તેના ૪ થી સાડા ચાર વર્ષના ભાઈ પાસેથી માહિતી મેળવવા ઘરમાં તે શું બોલે છે તે જાણવા મહિલા પોલિસ ટીમ ભોગ બનનાર બાળકીને ઘેર મહેમાન તરીકે વેશ પલ્ટા દ્વારા રહેવા સાથે સ્કૂલમાં પણ મહિલા ટીચર તરીકે શાળા સંચાલકોને વિશ્વામાં લયને રહેલ.

 આ પહેલા મુખ્ય ૯ ટીમ બનેલ જેમાં હર્ષદ મહેતા સાથે વિભાગીય પોલિસ અધિકારી રાજદીપ સિહ નકુમ, તત્કાલીન પીઆઇ એન.કે.વ્યાસ, બોટાદ સર્વેલન્સ સ્ટાફ, તત્કાલીન એલ. સી.બી. પીઆઇ એચ.આર.ગૌસ્વામી તથા સ્ટાફ અને એસ. ઑ.જી. પીઆઇ એમ.એમ.દીવાન તથા સ્ટાફ અને બોટાદ જિલ્લાના તમામ અધિકારીઓ કામે લાગેલ. રાજકોટ ડીસીબી મા જે તે સમયે ફરજ બજવતા અને હાલ સીઆઈડી ક્રાઈમ પીઆઇ રાજેશ કાનમિયાની પણ મદદ મેળવાઇ હતી. બોટાદ પોલીસ મેન પુરવભાઈ સોનગરા પણ ટેકનિકલ રીતે સહાય રૂપ બનેલ.

 હર્ષદ મહેતા કોઇ હોલિવૂડ કે બોલિવૂડની હિન્દી ફિલ્મોમાં પણ આવી તપાસ ન થઇ હોય તેવી તપાસની વિગત વર્ણવતા જણાવેલ કે બાળકી પાસે જુદા જુદા મોબાઈલ ફોનના મોડેલ રાખેલ તેમાં એક જૂના મોડેલને ઓળખી બતાવતા તે મોડેલ અંગે તપાસ કરતા કરતા આરોપીના પિતા પાસે આ મોબાઇલ હતો તેમને બોલાવતા આરોપી પોતે સમજી ગયેલ.આખી રાત ઊંઘ ન આવ્યા બાદ પિતાને પોતના દુષ્કર્મ અંગે જાણ કરેલ અને આરોપી અરુણ રાજુભા પરમારની ઓળખ કરવામાં સફળતા મળેલ.આ કેસ માટે પોલીસ દરખાસ્ત આધારે જાણીતા એડવોકેટ ઉત્પલ્લ ભાઈ દવેની નિમણુક કરવામાં આવેલ.જેમાં સરકારી વકીલ એ ડી.ઝાલા તથા કે.એમ. મકવાણાનો સહયોગ મળેલ.

(11:27 am IST)