Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

અમદાવાદના વટવામાં શિવકૃપા રેસિડેન્સીમાં પાંચમા માળેથી લિફ્ટ તૂટી પડતા બે રહીશો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

અમદાવાદ: વટવામાં શિવકૃપા રેસીડેન્સીમાં બુધવારે સાંજે પાંચેક વાગ્યે પાંચમાં માળેથી લિફ્ટ તૂટી પડતા તેમાં સવાર બે રહીશોને ગંભીર ઇજા થઇ હતી. બંને જણાને  ઇમરજન્સી સેવા ૧૦૮ ની મદદથી સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં લઇ જવાયા હતા. લિફ્ટ તૂટી પડવાના બનાવને લઇને સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. શિવકૃપા રેસિડેન્સીના રહીશોના જણાવ્યા મુજબ સાંજે પાંચેક વાગ્યાની આસપાસ બનાવ બન્યો હતો. જેમાં રાકેશ રાજપુત અને સીમા રાજપુતને ઇજા થવા પામી હતી. પાંચમા માળેથી લિફ્ટ તૂટીને સીધી નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગઇ હતી. લિફ્ટ પડવાના ભારે અવાજના કારણે લોકો દોડી આવ્યા હતા. તેમાં સવાર બંને જણાને ઇજાઓ થઇ હતી તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા.તાત્કાલિક ૧૦૮ને બોલાવીને તેઓને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ બનાવને લઇને ભયનો માહોલ સર્જાયો હતો. નોંધપાત્ર છેકે મહિના અગાઉ ખોખરામાં પણ સ્વર્ણમ-૫ માં એક લિફ્ટની દુર્ઘટના સર્જાઇ હતી. જેમા ૨૨ વર્ષીય યુવાનનું મોત પણ થયું હતું.

(5:28 pm IST)