Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

અમદાવાદ:હાથીજણ નજીક 15 વર્ષીય સગીરાને ડરાવી ધમકાવી માસાએ દુષ્કર્મ આચરતા અરેરાટી મચી જવા પામી

અમદાવાદ: હાથીજણ નજીકના ગામમાં રહેતા એક યુવકે પોતાની પુત્રી સમાન સાળીની ૧૫ વર્ષની દિકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું, વિવેકાનંદનગર પોલીસે આરોપી માસાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે, પોલીસ તપાસમાં  આરોપીએ પ્રેમલગ્ન કર્યા હતા, પત્ની પોતાના બહેનની ભાણીને અભ્યાસ માટે પોતાના ઘરે રહેવા માટે લાવી હતી, આરોપીએ સગીરાને ડરાવી ધમકાવીને તેણીની સાથે કૂર્કમ કર્યું હતું. આ કેસની વિગત એવી છે કે હાથીજણ નજીકના ગામમાં રહેતા ૪૮ વર્ષના યુવકે પાંચ વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં બીજી જ્ઞાાતિના મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા, આરોપીની પત્નીની બહેન ગામડે રહેતી  હોવાથી તેમની દિકરીને અભ્યાસ માટે  ત્રણ વર્ષ પહેલા પોતાના ઘરે રહેવા માટે લાવી હતી.  આરોપી આ ભાણી સાથે  બે મહિનાથી દુષ્કર્મ આચરતોહતો, એટલું જ નહી તાજેેેતરમાં આરોપી પોતાની પત્ની અને આ સગીર ભાણીને ફરવા માટે  આબુ, અંબાજી અને ઠાકોર સાથે લઇ ગયો હતો, ત્યાં પણ આરોપીએ સગીરાના ડરાવી ધમકાવીને તેણીની સાથે શરીર સુખ માણ્યું હતું. ભાણીએ કંટાળીને પોતાની માસાના કરતૂતની જાણ માસીને કરી હતી જેથી તેની માસીએ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ સામે ફરિયાદ કરતાં પોલીસે આરોપી સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને ે સગીરાને મેડિકલ કરાવીને આરોપીની ધરપકડ કરી હતી.

(5:29 pm IST)