Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

અમદાવાદમનપા દ્વારા AMTS અને BRTS બસમાં 50 ટકા મુસાફરોની ક્ષમતાથી જ ચલાવવાનો નિર્ણય

દરેક મુસાફર માસ્ક ફરજીયાત પહેરેલું હોવું જોઈએ: કોવિડની રસી ન લીધી હોય અથવા બીજો ડોઝ લીધો ન હોય તેવા નાગરિકોને AMTS–BRTS બસમાં મુસાફરીની મુંજુરી અપાશે નહીં

અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોને પરિવહનની સુવિધા પૂરી પાડતી AMTS અને BRTS બસ આજથી 50 ટકા મુસાફરોની ક્ષમતાથી જ ચલાવવાનો નિર્ણય કર્યો છે. જાહેર પરિવહન સુવિધાના ઉપયોગ કરનાર દરેક મુસાફર માસ્ક ફરજીયાત પહેરેલું હોવું જોઈએ.એવી જ રીતે કોવિડની રસી ન લીધી હોય અથવા બીજો ડોઝ લીધો ન હોય તેવા નાગરિકોને AMTS–BRTS બસમાં મુસાફરીની મુંજુરી અપાશે નહીં.

(9:56 pm IST)