Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

અમદાવામાં વધુ 16 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન ઉમેરાયા : કુલ વિસ્તારોની સંખ્યા 120 થઈ

સૌથી વધુ બોડકદેવ, વસ્ત્રાપુર, બોપલ અને થલતેજના 5 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા : મનપા દ્વારા જાહેર રસ્તા પર 50થી વધુ ટેસ્ટિંગ ડોમ ઉભા કરાયા : ટેસ્ટિંગનું પ્રમાણ બમણું કરી દેવાયું

અમદાવાદમાં કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. અમદાવાદમાં વધુ 16 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવાનો નિર્ણય કરાયો છે.તેમજ 4 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે.સૌથી વધુ બોડકદેવ, વસ્ત્રાપુર, બોપલ અને થલતેજના 5 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે.

જોધપુર અને સરખેજના 2 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા નવરંગપુરા, ઉસ્માનપુરા અને ચાંદખેડાના 3 વિસ્તાર, શાહીબાગના એક વિસ્તાર, મણિનગર અને કાંકરિયાના 3 વિસ્તારનો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ થયો છે. નિકોલના 2 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. ત્યારે નવા 110 ઘરોના 452 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા છે. આ સાથે શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 120 થઇ છે.

હાલ કોર્પોરેશન તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. AMC દ્વારા જાહેર રસ્તા પર 50થી વધુ ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. સાથે જ ટેસ્ટિંગનું પ્રમાણ 2 ગણુ કરી દેવામાં આવ્યું છે. રોજ 14  હજારથી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.. બીજી તરફ 50થી વધુ ડેજીગ્નેટેડ હોસ્પિટલમાં 4 હજાર બેડ તૈયાર રાખવામાં આવ્યા

(12:26 am IST)