Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

સુરતના વોર્ડ નંબર 27માં ભાજપે એક પણ ગુજરાતીને ટિકિટ નહિ આપતા ભારે રોષ

મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપ કાર્યાલય પહોંચ્યા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યકર્તાઓની રજૂઆત

સુરતઃ ભાજપ દ્વારા સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે 120 બેઠક માટે પોતાના 119 ઉમેદવારોના નામની જાહેરાત કરતા વિવાદ શરૂ થયું છે. મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપ કાર્યાલય પહોંચી રહ્યા હતા. જેથી કાર્યાલય બહાર સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને વોર્ડ નંબર 27ની વાત કરવામાં આવે તો ત્યાંના સ્થાનિક લોકો ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવા આવ્યા હતા કે, 27,000 જેટલા ગુજરાતી સમાજના લોકો હોવા છતાં તેઓએ એક પણ ગુજરાતી ઉમેદવારને આ વોર્ડમાં ટિકિટ આપી નથી. જેના કારણે આ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

(12:57 am IST)