Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

નર્મદા જીલ્લા સોસીયલ મીડિયા કોર્ડીનેટર તરીકે ગૌરાંગ મકવાણાની નિમણુક કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઘ્વારા જીલ્લા તાલુકા ના સોસીયલ મીડિયા ના કોર્ડીનેટર ના નામ ની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં નર્મદા જીલ્લા ના યુવા કૉંગ્રેસ ના અગ્રણી નાંદોદ વિધાનસભા યુથ કોંગ્રેસ ના ઉપપ્રમુખ ગૌરાંગ મકવાણા ની નર્મદા જીલ્લા સોસીયલ મીડિયા કોર્ડીનેટર તરીકે વરણી કરવામાં આવી છે જે સંદર્ભે જીલ્લા કોંગ્રેસ ના અગ્રણી અને કાર્યકર્તાઓ માં ખુશી જોવા મળી તેમજ તમામે ગૌરાંગ મકવાણા ની આ નિમણૂકને આવકારી તેમને અભિનંદન પાઠવ્યા હતા.

(11:04 pm IST)