Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

SGVP ગુરુકુલ યજ્ઞ-અનુષ્ઠાન પ્રિય અ.નિ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની સ્મૃતિમાંગઢપૂરધામમાં ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો.

સત્સંગીજીવન પારાયણ, ગૌપૂજન, મહાવિષ્ણુયાગ, અન્નકુટ ઉત્સવ.

ગઢડા તા. ૬ SGVP ગુરુકુલ યજ્ઞઅનુષ્ઠાનપ્રિય પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી અક્ષરવાસી થતા તેમની ઈચ્છા મુજબ ગઢડા ઘેલાકાંઠે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો.
    ત્યારબાદ તેમની પવિત્ર સ્મૃતિમાં ગઢપૂરધામમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસપદે સ્વામિનારાયણ સંપ્રદાયના શિરમોડ ગ્રંથ સત્સંગીજીવનની પારાયણ ચાલી રહી છે.
તારીખ ૬ મે ના રોજ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી હરિસ્વરૂપદાસજી સ્વામી ઉપસ્થિતિમાં ગુરુકુલ તરફથી ગોપીનાથજી મહારાજને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.
પુરાણી સ્વામીની સ્મૃતિમાં લક્ષ્મીવાડીમાં ૧૧ કૂંડી શ્રીમહાવિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યુ હતું. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ અગ્નિદેવને મસ્તકે ધારણ કરી યજ્ઞશાળાની પદક્ષિણા કરી અગ્નિદેવને મુખ્ય યજ્ઞકુંડમાં પધરાવવામાં આવ્યા બાદ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો. યજ્ઞની તમામ વિધિ ગુરુકુલની દર્શનમ પાઠશાળાના પ્રાધ્યાપક ચિંતનભાઈ જોષી તથા ભગીરથભાઈ ત્રિવેદીએ કરાવી હતી.
ગુરુકુલ તરફથી દરરોજ ગોપીનાથ મહારાજ તથા અન્યદેવોને ચંદનના વાઘા ધરાવવામાં આવે છે
                                                       

(12:50 pm IST)