Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રંગે હાથે ઝડપી 15 હજારની રોકડ જપ્ત કરી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના ગ્રામ્યવિસ્તારોમાં જુગારની બદી વધી છે ત્યારે અડાલજ પોલીસે દંતાલી ગામમાં શાળા પાછળ ખુલ્લી જગ્યામાં તીન પત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા  જેમની પાસેથી સાડા પંદર હજારની રોકડ કબજે કરવામાં આવી હતી અને આ જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો આ દરોડા દરમિયાન બે જુગારી ભાગી છુટયા હતા.

ગાંધીનગર શહેર આસપાસના ગ્રામ્યવિસ્તારોમાં જુગારની પ્રવૃત્તિ ફુલી ફાલી છે. દરરોજ આસપાસના ગ્રામ્યવિસ્તારમાંથી જુગારના કેસ પોલીસ કરી રહી છે ત્યારે અડાલજ પોલીસની ટીમને બાતમી મળી હતી કે, દંતાલી ગામની શાળા પાસે આવેલા ખેતરમાં કેટલાક શખ્સો ભેગા મળીને જુગાર રહે છે .જે બાતમીને પગલે પોલીસની ટીમે અહીં દરોડો પાડતા જુગારીઓમાં નાશભાગ મચી ગઇ હતી અને ત્રણ જુગારી ઝડપાયા હતા જેમાં દંતાલી ગામના છબીલ દિનેશજી ઠાકોર, મેહુલ રમેશજી દંતાણી અને જયમીન પ્રવિણભાઇ પટેલનો સમાવેશ થાય છે જ્યારે રસિકભાઇ ભિખાભાઇ પટેલ તથા દિશેન જવાનજી ઠાકોર ભાગી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ ઝડપાયેલા જુગારીઓ પાસેથી સાડા પંદર હજારની રોકડ કબજે કરી લીધી હતી. ફરાર જુગારીઓને પકડવા પોલીસે મથામણ શરૃ કરી છે. 

(5:54 pm IST)