Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

નડિયાદ તાલુકાના ગુતાલ ગામની પરિણીતા પર પરસ્ત્રીના મોહમાં પતિએ ત્રાસ ગુજારતા પોલીસ ફરિયાદ

નડિયાદ:તાલુકાના ગુતાલ ગામની પરિણીતા પર પતિએ ઘરના સભ્યો સાથે મળીને પરસ્ત્રીના મોહમાં પત્ની ઉપર શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતા આ અંગે નડીઆદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ત્યારબાદ વર્ષ ૨૦૧૯થી તેના પતિ ઘરના કામકાજ બાબતે તેમજ અન્ય નાની મોટી બાબતોમાં તેણીની સાથે ઝઘડો કરી માનસિક શારીરિક ત્રાસ આપતા હતા. આ બાદ સાસુ-સસરાએ પણ ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. આ મામલે લગ્ન કરાવનાર વચેટ શખ્સને પણ રંજને જણાવ્યું હતું તો આ વચેટ શખ્સે પણ તેનું નહીં સાંભળ્યું અને ઉપરોક્ત સાસરિયા ઉપરાણું લઈ તેણીની સાથે શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. જો કે બે સંતાનોના ભાવિનું વિચારી રંજન આ તમામ ત્રાસ મૂંગા મોઢે સહન કરી રહેતી હતી. રંજને તપાસ કરતા તેના પતિ ગામમાં રહેતી મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાથી તેણીની સાથે આવું વર્તન વ્યવહાર કરતા હતા. ગત ૨૨ એપ્રિલના રોજ પતિ પોતાની પ્રેમીકાને લઈને જતા રહેતા કુટુંબના સભ્યો તેમને શોધી લાવ્યા હતા. આ બાબતે રંજને ઠપકો આપતા ઉશ્કેરાયેલા પતિએ તેણીની સાથે ઝઘડો કરી ગળું દબાવવા લાગેલા અને હાથમાં ખંજર લઈ તેણીને જાનથી મારી નાંખવાની ધમકી આપવા લાગ્યા હતા. આ અંગે પીડિતાએ સાસુ-સસરાને વાત કરતા તે પણ કહેવા લાગેલા કે મારા દીકરા ગમે તેને લાવશે, તારે રહેવું હોય તો રહે નહીં તો જતી રહે તેમ કહેતાં રંજન પોતાના બે દીકરાઓને લઈને પોતાના પિયરમાં ચાલી ગઈ હતી. તેણીએ પતિ ભરતભાઈ રમણભાઈ તળપદા, સસરા રમણભાઈ ગગાભાઈ તળપદા, સાસુ રમીલાબેન તળપદા, કાકા સસરા મનુભાઈ ગગાભાઈ તળપદા, લગ્ન કરાવનાર વચેટ વ્યક્તિ ભગાભાઈ કાંતિભાઈ તળપદા અને પ્રેમ સંબંધ રાખનાર રંજનબેન સંજયભાઈ તળપદા (તમામ રહે. ગુતાલ, તા. નડિયાદ) સામે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

(6:03 pm IST)