Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

વિરમગામ માંડલ દેત્રોજ રામપુરા ઠાકોર સમાજ દ્વારા ૧૮મો સમુહ લગ્નોત્સવ યોજાયો : ૫૧ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં

ઠાકોર સમાજના આગેવાનો દ્વારા કન્યા કેળવણી સહિત યુવાનો શિક્ષિત બને, દરેક પરિવાર દીકરીઓના લગ્ન સમૂહ લગ્નોત્સવમાં યોજાય, સમાજને નુકશાન કરતા રીત રિવાજો દૂર કરવા તેમજ વ્યસન થી થતું પરિવારને આર્થિક નુકસાન સહિતની બાબતો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ માંડલ દેત્રોજ-રામપુરા તાલુકા ઠાકોર સમાજ દ્વારા આયોજિત ૧૮મો સમૂહ લગ્નોત્સવ અમદાવાદ જિલ્લાના રામપુરા ગામે તારીખ ૦૬/૦૫/૨૨ ને શુક્રવારના રોજ યોજાયો હતો. જેમાં ૫૧ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા ત્યારે રામપુરા ગામ માનવ મહેરામણથી ઉભરાયું હતું.

  ૧૮ માં સમૂહ લગ્નોત્સવમાં આમંત્રિત મહેમાનો સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્ય મહેમાન મહેન્દ્ર મુજપરા કેન્દ્રીય મંત્રી, અતિથિ વિશેષ જુગલજી ઠાકોર સંસદ સભ્ય મહેસાણા,નટુજી હલુજી પુર્વ સંસદ સભ્ય,ભરતજી ઠાકોર ધારાસભ્ય બહુચરાજી,બળદેવજી ઠાકોર ધારાસભ્ય કલોલ, બળદેવજી હલુજી ઠાકોર પ્રમુખ મંત્રી મનુજી રાજાજી ઠાકોર,નટુજી કલાજી ઠાકોર, ખોડાજી ઠાકોર,દીવાનજી ઠાકોર,કુંવરજી બબાજી ઠાકોર, પૂનમજી ડાભી, અજીતભાઈ ઠાકોર,ધરમશીભાઇ ઠાકોર, ગોવિંદજી ઠાકોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.

 આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં સમાજના આગેવાનો દ્વારા કન્યા કેળવણી સહિત યુવાનો પણ શિક્ષિત બને, દરેક પરિવાર દીકરીઓના લગ્ન સમૂહ લગ્નોત્સવમાં યોજાય, સમાજને નુકશાન કરતા રીત રિવાજો દૂર કરવા તેમજ વ્યસન થી થતું પરિવારને આર્થિક નુકસાન સહિતની બાબતો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. કન્યાને પાનેતર, સોનાની બુટ્ટી  સહિતની વસ્તુઓ સમાજના દાતાઓ તરફથી આપવામાં આવી હતી સમગ્ર ભોજન અને મિનરલ વોટર ના દાતા કાંતાબેન કુંવરજી બબાજી ઠાકોર પરિવાર (ભામાશા) દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.

   
 
   
(6:40 pm IST)