Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

ગુજરાત હાઇકોર્ટ પાસે આવેલ ગણેશ મેરેડિયનમાં ભીષણ આગ: ફાયરની 11 ગાડીઓ ઘટના સ્થળે

અમદાવાદના એસજી હાઈવે પર આવેલ ગણેશ મેરેડિયન બિલ્ડીંગમાં સાતમાં માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ

અમદાવાદના એસજી હાઈવે પર આવેલ ગણેશ મેરેડિયન બિલ્ડીંગમાં સાતમાં માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ મચી ગયો છે. આ બનાવની જાણ થતા જ ફાયર વિભાગની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી રહી છે. જોકે હજુ સુધી આગ લાગવાનું કોઈ ચૌક્કસ કારણ જાણવા મળ્યુ નથી

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદના હાઇકોર્ટ પાસે આવેલ ગણેશ મેરેડિયન બિલ્ડિંગના 7માં માળે ભીષણ આગ ફાટી નીકળી છે. આ બનાવની જાણ થતા જ ફાયર વિભાગ 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી રહી છે. જોકે હજુ સુધી હજુ સુધી કોઈ જાન હાનીના સમાચાર મળેલ નથી.

(12:26 am IST)