Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ: ઉમરપાડામાં ભારે પવન સાથે વરસાદ :ઓલપાડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ

કીમ, કુદસદ, મૂળદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ શરૂ

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. સુરતના ઉમરપાડામાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આ તરફ ઓલપાડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. કીમ, કુદસદ, મૂળદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો છે.

(6:30 pm IST)