Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

સુરતમાં એસ.ટી. અને ખાનગી બસોની અવર જવર પરનો પ્રતિબંધ વધુ ૭ દિવસ લંબાવાયો

અમદાવાદ તા. ૬ : કોરોના સંક્રમણ પ્રસરવાના કારણે સુરતમાં એસ.ટી. બસોની અવર જવર પર વધુ ૭ દિવસનો પ્રતિબંધ ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમે જાહેર કર્યો છે.

આ પ્રતિબંધ ખાનગી બસો માટે પણ લાગુ કરવામાં આવ્યો છે. સુરતમાં કોરોના સંક્રમણનો સતત ફેલાવો જોતા આ નિર્ણય લેવાયો છે. ૬ ઓગષ્ટથી ૭ દિવસ માટે બસની અવર જવર પર કડક બંધી ફરમાવવામાં આવી છે.

આ અંગેનો પરીપત્ર બુધવારે રાત્રે જાહેર કરાયો હતો. સુરતમાં આમ તો ગત ૨૭ જુલાઇથી પ ઓગષ્ટ સુધી બસની અવર જવર પર પ્રતિબંધ હતો. જે હવે લંબાવીને સાત દિવસ માટે લંબાવી દેવાયો છે. એસ.ટી. બસ અને ખાનગી બસ સુરતમાં આવ-જા નહીં કરી શકે. જયાં સુધી કોરોના સ્થિતી કાબુમા ન આવે ત્યાં સુધી આ રીતે જ ચાલશે. જો કે અન્ય ખાનગી વાહનો, માલવાહક ટ્રક છુટથી સુરતમાં આવ-જા કરી શકશે.

(10:13 am IST)