Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

રાજયની ૩૩ નગરપાલિકા-મહાપાલિકાઓને કાલે ૧૦૦૦ કરોડની ગ્રાન્ટની વીડિયો કોન્ફરન્સથી અર્પણ વીધી

ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, કલેકટરો-પદાધિકારીઓ સાથે ઓનલાઇન જોડાશે

રાજકોટ, તા. ૬ : આવતીકાલે રાજયની ૩૩ નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓને કુલ ૧૦૦૦ કરોડની ગ્રાન્ટની રાજય સરકાર દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અર્પણવિધી કરવામાં આવશે.

આ અંગે મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીના જણાવ્યા મુજબ મ્યુ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૩૩ જેટલી નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓમાં વિકાસ કામો માટે કુલ રૂ. ૧૦૦૦ કરોડની ગ્રાન્ટની અર્પણવિધી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ધનસુખ ભંડેરીની ઉપસ્થિતિમાં ગાંધીનગરની વિડીયો કોન્ફરન્સ થકી અર્પણ કરાશે.

આ માટે તમામ જીલ્લા કેન્દ્રોએ વિડીયો કોન્ફરન્સ કાલે યોજાશે. જેમાં કલેકટરો, મ્યુ. ફાઇનાન્સ બોર્ડના રીજીયોનલ કમિશનરો, પુરવઠા મંત્રીઓ તથા સરપંચ, મેયર, મ્યુ. કમિશનર, વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહી ગ્રાન્ટનો ઓનલાઇન સ્વીકાર કરશે.  

(4:42 pm IST)