Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ખેરગામ તાલુકામાં ગરીબ લાભાર્થીઓની હાલત દયનિય : છેલ્લા ત્રણ વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજના એપમા ત્રણ ગામો દેખાતા જ નથી !

પીએમ આવાસ યોજનાની એપમાં ગામોનો રૂટકોડ બ્લોક થઈ ગયાનો હવાલો આપી ખેરગામ તાલુકા પંચાયત પોતાનો લુલો બચાવ કરી રહી છે

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ગરીબ લાભાર્થીઓની હાલત દયાજનક બની છે. ખેરગામ તાલુકા પંચાયતમાં આવેલ ત્રણ ગામના ગરીબ લાભાર્થીઓને છેલ્લા ત્રણ વર્ષ થી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મળ્યા જ નથી ! ખેરગામ તાલુકા પંચાયતના રેઢિયાળ કારભારને કારણે નાંધઈ, પેલાડી ભેરવી અને પાટી ગામના ગરીબ લાભાર્થીઓ ને છેલ્લા ત્રણ વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મળ્યા જ નથી. લાભાર્થીઓ તાલુકા પંચાયતમાં તાપસ કરે ત્યારે તેમના ગામોનો રૂટકોડ બ્લોક થઈ ગયા હોવાનું જણાવી તાલુકા પંચાયતના અધિકારીઓ પોતાનો લુલો બચાવ કરી લે છે.

  પાટી ગામ ના સરપંચે આ બાબતે તાલુકા ,જિલ્લા બાદ મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી હતી.પરંતુ તેમની ફરિયાદની સરકારી તંત્ર પર કોઈ અસર થઈ નથી. ખેરગામના ઇન્ચાર્જ ટીડીઓ અશ્વિન ભાઈએ આ બાબતે ઉચ્સ્તરે દરખાસ્ત મોકલી આપી હોવાનું જણાવી રહ્યા છે. પરંતુ ત્રણ વર્ષનો સમય ઘણો લાંબો કહેવાય અને હજી પણ આ ગામોનો રૂટકોડ ક્યારે ખુલશે તે બાબતે ચોક્ક્સપણે કહી શકતા નથી ત્યારે આ પંચવર્ષીયમાં ત્રણ ગામના લાભાર્થીઓને પીએમ આવાસ યોજના બાબતે અન્યાય કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

 ખેરગામ તાલુકા ના નાધઇ , પાટી અને પેલાડી ભૈરવી એમ ત્રણ ગામોમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ  આપવામાં આવતા આવાસ બાબતે લાભાર્થીઓને તાલુકા પંચાયત ખો આપી રહ્યું છે.સી આર પાટીલને પણ સરપંચો એ આ બાબતે ફરિયાદ કરી હોવાનું જણાવી રહ્યા છે.પરંતુ અહીંના ગરીબોની દિનદશા બાબતે ઉચ્ચ સ્તરે પણ તંત્ર માં ભારે લાલીયાવાડી થઈ રહી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

 નાધઇ ગામ માં ગ્રામપંચાયતની બાજુ માં જ રહેતા રમણભાઈ રૂમશી પટેલને આવાસ મળ્યું નથી તેમનું જર્જરિત ઘર પડી ભંગવાની સ્થિતિમાં છે. તેવો જીવના જોખમે તેમના પરિવાર સાથે રહે છે આ બાબતે ઉચ્ચ સ્તરે થી તપાસ આવતા તાલુકા પંચાયતના અધિકારીઓ મકાન નું નિરીક્ષણ કરી રમણભાઈ પાસે તાલુકા પંચાયતના ફેવરમાં જવાબ લખાવી પોતા નો બચાવ કરી લીધો હતો રમણભાઈ ને  ત્યાં શૌચાલય બન્યું જ નથી છતાં પણ ગ્રામપંચાયત દ્વારા  ખુલ્લા માં" શૌચ મુક્ત ગામ નાધઇ "નું બોર્ડ મારી દેવાયું છે! તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

(8:46 pm IST)