Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

તલાટીને 22 પ્રકારના દસ્તાવેજમાં એફિડેવિટ કરવાની છૂટ મામલે હાઇકોર્ટે સરકારને આપી નોટિસ : માંગ્યો જવાબ

આ મામલે આગામી દિવસોમાં સુનાવાની હાથ ધરવામાં આવશે.

અમદાવાદ : રાજ્ય સરકારે જાહેર કરેલા પરિપત્રમાં ગ્રામ પંચાયતના તલાટીને 22 પ્રકારના દસ્તાવેજમાં એફિડેવિટ કરવાની છૂટ આપતા નિણર્યને પડકારતી અરજી પર ગુરુવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મામલે આગામી દિવસોમાં સુનાવાની હાથ ધરવામાં આવશે.

 

અરજદાર નોટરી એસસોશિયેશન તરફે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે રાજ્ય સરકારના આ પરિપત્રથી નોટરીની આવક પર વિપરીત અસર પડી રહી છે. જાહેરહિતની અરજીમાં જણાવામાં આવ્યું છે કે એફિડેવિટ પર નોટરી કરવી એ કાયદાકીય કામ છે.  જજ અને મવજીસ્ટ્રેટ દ્વારા શપથ એકટ હેઠળ અધિકારીને આ પ્રકારની સતા આપવામાં આવે છે.

અરજદારે પરિપત્રની કેટલીક બાબતો પર વાંધો ઉઠાવતા જણાવ્યુ હતું કે આ કામ માટે સરકાર કોઈપણ વ્યક્તિની નિમણુંક કરી શકે છે. જેમાં ધોરણ 12 પાસ ગ્રામ પંચાયત તલાટી આ કામ કરી શકે તેવું જણાવવામાં આવ્યું હતું. અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નોટરી કાયદાકીય કામ છે અને તેના માટે નોટરી થવું પડે. કોઈપણ પટ્ટવાળો નોટરીના કરી શકે. તલાટીને પણ અંગ્રેજી નથી આવતી એ કોઈ રીતે નોટરી કરી શકે છે.

(10:37 pm IST)