Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

વર્ષ 2017 પીએસઆઇ પ્રમોશનલ પરીક્ષામાં GSSBના પૂન:મૂલ્યાંકન બાદનું પરિણામ માન્ય

હાઈકોર્ટેની ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાવાળી ડિવિઝન બેંચે સિંગલ બેન્ચ જજના આદેશને રદ જાહેર કર્યો : નવા પરિણામને માન્ય રાખી તેને અમલમાં મુકવાનો આદેશ

અમદાવાદ :વર્ષ 2017માં લેવાયેલી પોલીસ સબ ઇન્સપેક્ટરની પ્રમોશન પરીક્ષા મુદ્દે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSB) દ્વારા પરિણામનું પૂન:મૂલ્યાંકન કર્યા બાદ દાખલ કરાયેલા સોગંદનામાને માન્યને રાખતા ગુજરાત હાઈકોર્ટેની ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાડી ડિવિઝન બેંચે સિંગલ બેન્ચ જજના આદેશને રદ જાહેર કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેંચે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પૂન:મૂલ્યાંકન બાદ જારી કરાયેલા નવા પરિણામને માન્ય રાખી તેને અમલમાં મુકવાનો આદેશ કર્યો છે. અગાઉ 29મી ઓગસ્ટના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSB) દ્વારાપરીક્ષાનું પુન:મૂલ્યાંકન બાદ રજૂ કરાયેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2017માં નિષ્ફળ જણાવવામાં આવેલા 32 ઉમેદવારોને સફળ ઉમેદવાર માનવામાં આવે છે.

વર્ષ 2017માં પીએસઆઇના કુલ 407 પદ માટે થયેલી પ્રમોશન પરીક્ષામાં 376 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી જે પૈકી પુન મૂલ્યાંકન બાદ 52 ઉમેદવારોને અફળ જાહેર કરાયા છે. જ્યારે 32 ઉમેદવારો જેમને અસફળ જાહેર કરવામાં આવ્યા હતા તેમને પુન:મૂલ્યાંકન બાદ સફળ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરનાર 8 અરજદારનો સફળ ઉમેદવારમાં સમાવેશ થયો છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે વર્ષ 2017માં લેવાયેલી પીએસઆઇની પરીક્ષામાં નિષ્ફળ જાહેર કરાયેલા કેટલાક પોલીસ કોન્સ્ટેબલ ઉમેદવારોએ 2020માં પીએસઆઇની પ્રમોશન પરીક્ષામાં પરીશક દ્વારા મૂલ્યાંકન દરમિયાન પ્રશ્ન પત્ર પર દર્શાવવામાં આવેલા નિયમોનું પાલન કર્યો નથી તેવી માંગ સાથે અરજી કરતા હાઈકોર્ટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને પૂન:મૂલ્યાંકનનો નિર્દેશ કર્યો હતો.

(10:41 pm IST)