Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

વરખડ ગામમાં કેળાના પાકમાં ટ્રેક્ટર ફેરવી 50 હજારનું નુકશાન કરનાર 2 ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નાંદોદ તાલુકાના વરખડ ગામમાં રહેતા અશોકભાઇ અરવિંદભાઇ પટેલે આપેલી ફરિયાદ મુજબ તેમના જ ગામના ચંદ્રકાંતભાઈ કાન્તીભાઇ પટેલ અને રાજુભાઇ કાન્તીભાઇ પટેલે તેમના ખેતરમાં ગે.કા.રીતે પ્રવેસી કેળાના ઉભા પાકમાં ટ્રેકટરથી રોટરી મારી કેળાનો નાશ કરી કિ.રૂ.૫૦,૦૦૦ જેવું નુકશાન કરતા આમલેથા પોલીસે બંને ભાઈઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(8:39 am IST)