Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

અમદાવાદથી મુંબઈ વચ્ચે તેજસ એક્સપ્રેસ દોડવા તૈયાર : IRCTC દ્વારા ટ્રાવેલ પેકેજ બહાર પડાયાં

કોરોનાકાળમાં સુરક્ષાને લઈને તમામ તૈયારી: મુસાફરોને સેનિટાઈઝર, માસ્ક અને હેન્ડ ગ્લોવ્સની કીટ અપાશે

અમદાવાદઃ તેજસ ટ્રેનમાં ટ્રેનની મર્યાદા કરતાં અડધા પેસેજન્જરો લઈ જવામાં આવશે. અમદાવાદથી મુંબઈ વચ્ચે ચાલતી તેજસ ટ્રેનમાં આશરે 600 જેટલી સીટો છે, પરંતુ કોરોના કાળ હોવાના કારણે ફક્ત 300 પેસેન્જરોનુ જ બુકિંગ કરવામાં આવશે. આ ઉપરાંત તમામ પેસેન્જરોને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવશે. ટ્રેનમાં પ્રવેશ સમયે એક કીટ આપવામાં આવશે. જેમાં સેનિટાઈઝર, માસ્ક અને હેન્ડ ગ્લોવ્સ હશે. આ ઉપરાંત તમામ પ્રવાસીને ટ્રેનમાં જ હાઈજેનિક ભોજન પીરસવામાં આવશે

 ટુરિઝમ વધારવા માટે IRCTC દ્વારા ટ્રાવેલ પેકેજ પણ શરુ કરવામાં આવ્યાં છે. આ પેકેજમાં જ્વેલ્સ ઓફ સાઉથ, પ્રાઈડ ઓફ કર્નાટકા વિથ ગોવા અને ગ્લીમ્સેસ ઓફ કર્નાટક શરુ કરવામાં આવ્યાં છે. આ પેકેજમાં પ્રવાસીઓ વિવિધ જગ્યાઓની મુલાકાતની સાથે સાથે લક્ઝુરિયસ ટ્રેનમાં પ્રવાસનો આનંદ માણી શકશે.

(11:53 am IST)