Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ગઢડા પેટાચૂંટણીમાં થયેલી મારામારીનો મામલો અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા : કોંગ્રેસના ધારાસભ્યોના આખી રાત ધામા

ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી પોલીસ સ્ટેશન ન છોડવાની ચીમકી

ગઢડાની વિધાનસભા પેટાચૂંટણીમાં થયેલી મારપીટનો મામલો  અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો છે આ મામલે કોંગ્રેસના ધારાસભ્યોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ધામા નાખ્યા છે.

ગઢડા પેટાચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકી, ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિતના નેતાઓએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ધામા નાખ્યા હતા. તેમણે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધામા નાખીને એફઆઇઆર નોંધવાની માંગ કરી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે ત્રીજી નવેમ્બરે ગઢડા પેટાચૂંટણીમાં થયેલી મારપીટમાં કોંગ્રેસના કાર્યકરોને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત કોંગ્રેસી કાર્યકર અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નૌશાદ સોલંકીએ ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી પોલીસ સ્ટેશન ન છોડવાની ધમકી આપી છે. સમગ્ર ઘટના બાદ પણ તંત્રનું મૌન છે.

ત્રીજી નવેમ્બરના રોજ ગઢડા પેટાચૂંટણીમાં અમુક સ્થળોએ થઈ રહેલા બોગસ મતદાનનો કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. તેના પગલે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપીમાં કોંગ્રેસના અમુક કાર્યકરોને ઇજા પહોંચી હતી.

(12:36 pm IST)