Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

રાજ્યની સરકારી શાળાઓમાં અર્ધ વાર્ષિક પરીક્ષા નહીં લેવાઈ : શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણંય

સરકારી સ્કૂલો એકમ કસોટીના આધારે વિદ્યાર્થીઓનું વાર્ષિક મૂલ્યાંકન કરશે.

અમદાવાદ : રાજ્ય સરકારના શિક્ષણ ખાતા દ્વારા આ વર્ષે રાજ્યમાં દર વર્ષે દિવાળી પહેલા સરકારી શાળાઓમાં લેવાતી અર્ધવાર્ષિક પરીક્ષા ન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પહેલા સરકારે આ પ્રકારની પરીક્ષા યોજવા માટે દરેક ઘરે-ઘરે પેપર પહોંચાડવાનું આયોજન કર્યુ હતુ, પરંતુ હવે પરીક્ષા જ રદ થતાં આ પગલું પણ મોકૂફ રાખવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગના હસ્તકની સરકારી સ્કૂલો એકમ કસોટીના આધારે વિદ્યાર્થીઓનું વાર્ષિક મૂલ્યાંકન કરશે. આમ કોરોનાના રોગચાળાએ રાજ્યના શિક્ષણ ક્ષેત્રને વધુ એક ફટકો માર્યો છે. સામાન્ય રીતે સરકારી શાળાઓમાં દર વર્ષે નવરાત્રિ પછી અને દિવાળી પહેલાં અર્ધવાર્ષિક પરીક્ષાઓ યોજાતી હોય છે.

(12:50 pm IST)