Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

પારડી પોલીસનો સપાટો, દારૂના 68 અડ્ડા પર સાગમટે દરોડા

રેન્જ આઇજી ડો. રાજકુમાર પાંડિયાનની સૂચનાથી અને જિલ્લા પોલીસવડા ડો.રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શનથી પારડી પીએસઆઇ બી. એન. ગોહિલે તેમના વિસ્તારના દારૂના 68 અડ્ડાઓ પર પાડેલા દરોડામાં 7 અડ્ડા પરથી દારૂ મળ્યો .

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ : દમણથી વલસાડમાં આવતા દારૂ પર પ્રતિબંધનો પોલીસના નિર્ધાર બાદ પારડી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરી દારૂની બદી ડામવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે પારડી પોલીસે સાગમટે દારૂના 68 અડ્ડાઓ પર દરોડા પાડી 7 અડ્ડા પરથી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો

 . રેન્જ આઇજી ડો. રાજકુમાર પાંડિયનની સૂચનાથી અને જિલ્લા પોલીસવડા ડો.રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શનથી પારડી પીએસઆઇ બી. એન. ગોહિલે તેમના વિસ્તારના દારૂના 68 અડ્ડાઓ પર પાડેલા દરોડામાં 7 અડ્ડા પરથી દારૂ મળી આવ્યો હતો.  પારડી પોલીસના સતત ચેકિંગને લઇ બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે અને અનેક બુટલેગરોએ દારૂનો ધંધો જ બંધ કરી દીધો હોવાનું જોવા મળ્યું છે.

  સુરત રેન્જ આઇજી ડો. રાજકુમાર પાંડિયનના કડક વલણને પગલે હવે દારૂની હેરફેર પર લગામ લાગી છે. જેમાં ડીએસપી ડો. રાજદિપસિંહ ઝાલાની દમણ અને સેલવાસ ચેક પોસ્ટ પર સતત ચેકિંગના પગલે બુટલેગરો પણ કાબુમાં આવી ગયા છે અને જિલ્લામાં અને ગુજરાતમાં દારૂનો જથ્થો ઠલવાાતો બંધ થયો છે.

(1:37 pm IST)