Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

૮ વર્ષના બાળકને માતાએ જ થાંભલા સાથે બાંધી ડામ આપ્યા

માતા- પિતાના છૂટાછેડા બાદ બાળક માતા સાથે રહેતો હોય બાળકની કોઈ ભૂલ થતા માતાએ ડામ આપી ઘરમાં પુરી દેતા પિતાની ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળાઃ રાજપીપળા ના ધાબા ફળિયા વિસ્તારમાં રહેતા રવિકુમાર ચંપકભાઈ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેમનો ૮ વર્ષ નો દિકરો વૈભવ જે તેની માતા જયશ્રીબેન સાથે દંપતીના છુટાછેડા થયા બાદ રહેતો હોય જેને માતા જયશ્રીબેને ટેકરા ફળિયા ખાતેના તેમના રહેણાંક ધરમાં થાંભલા સાથે ઓઢણી તેમજ દોરીથી બાધી દિવાસળી તેમજ લોખંડનો સળીયો ગરમ કરી શરીરે ડામ આપી શારીરીક યાતના આપી ત્રાસ આપી બહારથી ઘરના દરવાજાને તાળું મારી પુરી દેધો હોય રાજપીપળા પોલીસે પિતાની ફરિયાદના આધારે માતા વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:00 pm IST)