Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

હોય નહીં ત્રણ ભેંસોને મુકત કરાવવાનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો !!

અમદાવાદ, તા.૬: હત્યા, બળાત્કાર કે છૂટાછેડા આ પ્રકારના કેસ તમે હાઇકોર્ટમાં જતાં જોયા હશે પરંતુ એવુ જોયુ છે કે ભેંસને મુકિત અપાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવે?

આણંદની મહેલાવ પોલિસ દ્વારા ચાર ભેંસોને ઝડપી લેવામાં આવી હતી. જેના કારણે ભેંસોને મુકત કરાવવા માટે અરજી કરવામાં આવી અને અરજદારોએ કહ્યું તે આ ભેંસના દૂધ વેચાણ દ્વારા જ પોતાનું ગુજરાન ચાલે છે.

ગુજરાત હાઇકોર્ટે ત્રણ ભેંસને મુકિત આપતા ભેંસોના માલિકને સિકયોરીટી બોન્ડ તરીકે ૬૦,૦૦૦ રૂપિયા ભરવા આદેશ આપ્યો છે. સાથે જ ભેંસોની સંભાળ રાખવા બદલ કોર્ટે રણછોડજી મંદિરને પણ ૨૦,૦૦૦ રૂપિયા આપવાનો આદેશ કર્યો છે. વધુમાં કોર્ટે કહ્યું કે, જો ભેંસોનો ફોટો કે વીડિયો અધિકારીઓને લેવો જરૂરી લાગશે તો તેનો ખર્ચ પણ અરજદાર જ ઉઠાવશે. ભેંસો અરજદારને આપ્યા બાદ કહ્યું કે અરજદાર પ્રાણીઓ પ્રત્યે ક્રુર ન બને અને તેમની યોગ્ય સાર સંભાળ લે. આણંદની પોલિસે ૪ માર્ચે ડ્યુટી વખતે એક બોલેરો કારને રોકીને તપાસ કરી હતી. જેમાં ત્રણ ભેંસોના મોઢા અને પગ બાંધેલા હતા, જેથી ડ્રાઇવર પ્રાણીઓને કયાં લઇ જઇ રહ્યો છે તે અંગે કોઇ યોગ્ય જવાબ આપી શકયો નહી માટે પોલિસે ભેંસો કબજે કરી લીધી હતી.

(3:01 pm IST)