Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

સુરતમાં કડવા ચોથનો દિવો સળગાવ્યા બાદ લાગેલી આગમાં ઘર બળીને ખાકઃજાનહાની ટળી

સુરત,તા. ૬: ડિંડોલી વિસ્તારમાં રહેતા યુપીવાસી પરિવારના ઘરમાં બુધવારે રાત્રે કડવા ચોથની ઉજવણી દરમિયાન આગ લાગી જાય છે. પતિના લાંબા આયુષ્ય માટે મહિલા દ્વારા કડવા ચોથનું વ્રત કરી રાત્રે પૂજા માટે સજાવેલી થાળીમાં દિવડો કરી આરતી ઉતારવામાં આવે છે. બાદમાં પરિવારના સભ્યો સળગતા દિવા સાથેની થાળી ટેબલ પર મૂકીને જમવા જાય છે. એ દરમિયાન આગ લાગી જાય છે. દિવાની જયોતથી લાગેલી આગ સમગ્ર ઘરમાં જોત જોતામાં પ્રસરી જાય છે. લગભગ ૧૧ વાગે લાગેલી આગમાં પરિવારના સાત સભ્યોનો આબાદ બચાવ થાય છે જયારે આગની દુર્ઘટનામાં ઘર વખરીનો સમગ્ર સામાન બળીને ખાક થઈ જાય છે. આગમાં ઓરીજનલ ડોકયુમેન્ટ અને રોકડા રૂપિયા ૨૫ હજાર પણ સામી દિવાળીએ આગમાં બળી ગયા છે. અચ્છેલાલ તિવારીએ જણાવ્યું કે આગમાં લગભગ ૨ લાખનું નુકશાન થયું છે.

અચ્છેલાલ તિવારી (મકાન માલિક)એ જણાવ્યું હતું કે, તેઓ સિકયુરિટી કોન્ટ્રાકટર છે. સંયુકત પરિવારના ૯ સભ્યો સાથે રહે છે. બુધવારના રોજ કડવા ચોથને લઈ પત્નીએ એક પૂજાનું આયોજન કર્યું હતું. ઘરના બધા જ સભ્યો પહેલા માળે હતા. પૂજા પુરી થયા બાદ તમામ સભ્યો રાત્રીના ભોજન માટે ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયા હતા. બાદમાં અચાનક દ્યરના પહેલા માળે આગની જવાળાઓ સાથે ધુમાડો દેખાતા ભાગદોડ મચી ગઇ હતી.

પરિવારના તમામ સભ્યોને ઘર બહાર લઈ ગયા બાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરના જવાનોએ તાત્કાલિક દોડી આવી આગ કાબૂમાં લઈ લેતા પહેલા માળનો આખો રૂમ બળીને ખાક થઈ ગયો હતો. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાય ન હતી. પરંતુ ઘર વખરીનો સામાન, ગાદલા, ઓરીજનલ પેપર, સહિત રોકડ રૂપિયા ૨૫ હજાર પણ બળી ગયા હતા. આ દુર્ઘટનામાં લગભગ ૨ લાખનું નુકશાન થયું હોવાનું કહી શકાય છે. તેઓ ઉત્ત્।ર પ્રદેશ સુલતાનપુરના રહેવાસી હોવાનું અને વર્ષોથી સુરતમાં રહેતા હોવાનું અચ્છેલાલે વધુમાં જણાવ્યું હતું.

(3:58 pm IST)