Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

મોડાસાથી દૂર પોલીસ હેડ ક્વાટર્સ નજીક પશુપાલક પર હુમલો કરનાર આરોપીઓને પોલીસની ટીમે ઝડપી પાડ્યા

મોડાસા:નજીકના બાજકોટ ગામનો એક પશુપાલક ત્રણ દિવસ પહેલા રાબેતા મુજબ તેના ઢોર ચરાવવા બાયપાસ માર્ગ ના જંગલમાં ગયો હતો. જિલ્લા સેવાસદન અને પોલીસવડા કચેરી પાછળ આવેલ આ જંગલોમાં આ પશુપાલક ઢોર ચરાવી સાંજે પરત ઘરે ફરી રહયો હતો.ત્યારે જ સીએનજી રીક્ષામાં આવી ચડેલા પાંચેક હુમલાખોરોએ આ પશુપાલકને બાથે પડી ગળદાપાટુનો માર મારી ગળામાં પહેરેલ ૩ તોલાની સોનાની ચેન ખેંચી લૂંટ મચાવી હતી.પશુ પાલક પાસે થી રૂ. ૧.૪૭ લાખની લૂંટ મચાવી  ભાગી ગયેલા આ આરોપીઓનો રીક્ષા નંબર ફરીયાદીએ ટાઉન પોલીસને જણાવ્યો હતો.પરંતુ સમગ્ર વિસ્તારમાં સીસીટીવી દ્વારા તીસરી આંખની નજર બીછાવી બેઠેલી જિલ્લા નેત્રમ ટીમના પોસઈ એચ.એમ.ગઢવી સહિતની ટીમે વિશ્વાસ પ્રોજેકટ ની અદ્યતન સુવિધા હેઠળ આ આરોપીઓને ઓળખ કરી દબોચી લીધા હતા. જોકે હાલ પાંચમાંથી ચાર આરોપી જાહીદહુસેન ઈખ્તિયારહુસેન જમાદાર (રહે.સદાકત સોસાયટી સામે,પહાડપુર રોડ,મોડાસા)મહંમદ સઈદહુસેન અબ્દુલહક કારીગર(ઉ.વ.૧૯,રહે.મોટી વહોરવાડ પાછળ,કાસમસાબ દરગાહની બાજુમાં,મોડાસા),સલીમ ઉર્ફે નન્નો ઈબ્રાહીમભાઈ ભટ્ટી (ઉ.વ.૨૪રહે.કોલેજ છાપરા,મોડાસા) અને મહેશ બસુભાઈ ખોખર(ઉ.વ.૨૨,રહે.કોલેજ છાપરા,મોડાસા)ને નેત્રમ ટીમે ઝડપી લીધા છે.જયારે પાંચમો વોન્ટેડ આરોપી  ને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ હોવાનું પોસઈ એચ.એમ.ગઢવી એ જણાવ્યું હતું.

(5:18 pm IST)