Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

મહેસાણા હાઇવે નજીક કોલેજમાં એડમિશન ફોર્મ ભરવા આવેલ યુવક પર જૂની અદાવત રાખી હુમલો કરતા પોલીસ ફરિયાદ

મહેસાણા:હાઈવે ઉપર કોલેજમાં એડમિશન ફોર્મ ભરવા આવેલ ખારા ગામના યુવક ઉપર જુની અદાવતના મામલે હૂમલો કરવામાં આવ્યો હતો. છરીના ઘા ઝીંકીને ઈજાઓ કરવામાં આવતાં સારવાર માટે ખસેડાયો હતો. આ અંગે બીડીવીઝન પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા તાલુકાના ખારા ગામમાં રહેતો કીર્તિ ચેહરસિંહ ઝાલા અને તેનો કૌટુંબીક ભાઈ નાગલપુર કોલેજમાં પ્રથમ વર્ષનો અભ્યાસ કરવા એડમિશન ફોર્મ ભરવા માટે વ્યા હતા. ત્યાંથી પરત ઘરે ફરી રહ્યા હતા તે વખતે કોલેજના મુખ્ય ગેટ પાસેના ઝેરોક્ષની દુકાન આગળ બેચરાજી તાલુકાના કાલરી ગામનો દશરથ બળદેવજી સોલંકી આવ્યો હતો. તેણે અગાઉ ગેમ્સના મુદ્દે થયેલી બોલાચાલીની અદાવત રાખી તકરાર કરી હતી. જેમાં ઉશ્કેરાઈ ગયેલા દશરથે એકાએક આવેશમાં આવી જઈને કીર્તિ ઝાલાને છરીના ઘા ઝીંકી દીધા હતા અને ગડદાપાટુનો માર મારતાં ઈજાઓ થઈ હતી. હોબાળો થતાં તેને વધુ મારથી છોડાવવામાં આવ્યો હતો. આ ઘટના અંગે મહેસાણા બીડીવીઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(5:19 pm IST)