Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

વડોદરામાં પીસીબી પોલીસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે યુવકોને રંગે હાથે ઝડપી પાડ્યા

વડોદરા: શહેર પીસીબી પોલીસે હાથ ધરેલી ક્રિકેટના સટોડિયા વિરૂદ્ધની ઝૂંબેશ દરમિયાન વધુ બે યુવકો આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઝડપાઈ ગયા છે. પાણીગેટ પોલીસ સ્ટેશનની હદમાં પોલીસે આશિષ બલરામ ભાઈ મંડલ રહેવાસી સહજાનંદ સોસાયટી સોમા તળાવને તથા રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી શરદ રાજેન્દ્રભાઇ પટેલ રહેવાસી નાગરવાડા પટેલ ફળિયુ ને ઝડપી પાડયા હતા. 

પોલીસે બંને યુવકો પાસેથી બે મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા 3700 મળીને કુલ 33 હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને યુવકો જે બૂકીઓ પાસે સટ્ટો કપાવતા હતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

(5:21 pm IST)