Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ગોધરા:પંચમહાલ જિલ્લામાં સરકારી અનાજની તસ્કરીનો પર્દાફાશ: 414 કિલો ઘઉંના જથ્થા સાથે ટ્રકની ધરપકડ: આંઠ શખ્સોની અટકાયત

પંચમહાલ:જિલ્લામાં સરકારી સસ્તા અનાજની થતી હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ગોધરાના સાતપુલ વિસ્તારમાંથી  સરકારી સસ્તા અનાજની કુલ ૪૧૪ ઘઉંની ગુણો ભરેલ ત્રણ ટ્રકો સાથે રૃ.૩૧.૪૬ લાખના મુદામાલ સાથે આઠ શખ્સોની પોલીસે  ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગોધરાના કોઠી સ્ટીલની સામે આવેલ પટેલ કંપાઉન્ડમાં ગોડાઉનની વચ્ચેની ખુલ્લી જગ્યામાં બે થી ત્રણ વાહનોમાં શંકાસ્પદ અનાજનો જથ્થો એક ગાડીમાંથી બીજી ગાડીમાં ભરાતો હોવાની બાતમીના આધારે પોલીસે છાપો મારતા કેટલાક શખ્સો ટ્રક તથા આઈસર ગાડીના પાછળના ભાગે આઈસર ગાડીમાંથી અનાજની ગુણો ખોલી અનાજનો જથ્થો બીજા થેલામાં પલટાવી ગાડીમાં ભરતા હતાં. આ ગુણોની પોલીસે તપાસ કરતા દરેક ગુણો ઉપર લેબલ મારેલ હોય અને સ્ટીકર ચોંટાડેલ હોય જે લખાણ તથા સ્ટીકર સરકારી સસ્તા અનાજની ગુણો ઉપર લગાડવામાં આવતા લખાણ જેવું જણાયેલ અને ખાત્રી કરતા સરકારી અનાજ હોવાનું જણાયું હતું.

(5:22 pm IST)