Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

રાજ્ય સરકારના અધિકારી-કર્મચારી અને પેન્શનરોને દિવાળીની ભેટ : મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સ પૈકી ૫૦ % એરીયર્સનો લાભ અપાશે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની જાહેરાત :રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો મળી કુલ ૯,૬૧,૬૩૮ કર્મચારીઓને લાભ : રાજ્ય સરકારને રૂ. ૪૬૪ કરોડનો વધારાનો ખર્ચ થશે

અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ,કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦ થી દર માસે પગાર સાથે ચુકવવામાં આવી રહેલ છે. તા.૦૧.૦૭.૨૦૧૯ થી તા.૩૧.૧૨.૨૦૧૯ સુધી એમ કુલ-૬ માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચુકવવાની થતી હતી.

  પટેલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે પરામર્શ કર્યા બાદ અધિકારી/કર્મચારીઓ/પેન્શનરો દિવાળીના તહેવારો સારી રીતે ઉજવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા આ બાકી મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ સાતમાં અને છઠ્ઠા પગારપંચનો લાભ મેળવતાં રાજ્ય સરકારના તથા પંચાયતના તથા અન્ય ગ્રાન્ટેબલ સંસ્થાઓના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરોને અત્યારે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના આ તફાવતની રકમ દિવાળીના તહેવાર પહેલા ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આને કારણે રાજ્ય સરકાર પર કુલ-૪૬૪ કરોડનો બોજો આવશે અને રાજ્ય સરકારના કુલ-૫,૧૧,૧૨૯ જેટલા કર્મચારીઓ તથા ૪,૫૦,૫૦૯ જેટલા પેન્શનરોને આનો લાભ મળશે.   

(6:00 pm IST)