Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

એલસીબીએ વિદેશી દારુ ભરેલી કાર સાથે બે ઝડપ્યા

તાપીના સોનગઢના માંડળ ટોલનાકા નજીક કાર્યવાહી : પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કારમાં લઈ જવાતો ૨.૧૯ લાખનો મુદ્દા માલ જપ્ત કરાયો

બારડોલી, તા.૬ : તાપી જિલ્લાના સોનગઢના માંડળ ટોલનાકા નજીકથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ કાર સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ શખ્સો પાસેથી વિદેશી દારૂ તેમજ કાર મળી કુલ ૨.૧૯ નો મુદ્દામાલ કબ્જે કરી એક શખ્સને વોંટેડ જાહેર કર્યો હતો. મળતી માહિતી અનુસાર તાપી જિલ્લા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે સોનગઢના માંડળ ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી તે દરમ્યાન બાતમી મુજબની વોક્સ વેગન કાર આવતા તેને અટકાવી કારમાં બેસેલ મયંકભાઇ કેસુભાઈ રૂપાવટીયા (હાલ રહે, પ્રમુખ એવન્યુ-ડી-વિભાગ સાયણરોડ અમરોલી, મૂળ રહે, સનાળા ગામ, જી-અમરેલી) તથા કાર્તિકભાઈ કાંતિભાઈ ધાનાણી (હાલ રહે, ગઢપુર ટાઉનશીપ કઠોદરા, સુરત, મૂળ રહે, માંડવા, જી-બોટાદ) નાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરતાં કારમાં બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂની કુલ ૩૨૯ નંગ બોટલ કિંમત રૂ. ૧૬,૪૫૦ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ, કાર અને બે મોબાઈલ ફોન મળી કુલ ૨.૧૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આ વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર નવાપુર નજીક આવેલ સુરજીત હોટલના મેનેજરને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(8:32 pm IST)