Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

નાંદોદ તાલુકાના ખામર ગામના ત્રણ રસ્તા પાસે બેફામ જતી ટ્રક ઊંડા ખાડામાં પડતા ચાલક અને ક્લીનરનું મોત

નાંદોદ તાલુકાના ખામર ગામના ત્રણ રસ્તા પાસે બેફામ જતી ટ્રક ઊંડા ખાડામાં પડતા ચાલક અને ક્લીનરનું મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખામર ગામ નજીક એક પુરપાટ જઇ રહેલી ટ્રક ઊંડા ખાડામાં ગરકાવ થતા ચાલક અને કલીનાર મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ નાગપુરથી સોપારીની ગુણો ભરી અમદાવાદ જઈ રહેલી ટ્રક નંબર MH 12 QG 3707નો ચાલક સંજય મયાલાલ યાદવ(રહે.કલોલ કોલોની, સિધ્ધપુર,યુ.પી.) નાઓએ ટ્રક પુર ઝડપે, બેફિકરાઇ રીતે ચલાવી સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ટ્રક રોડની સાઇડમાં ઉડા ખાડામાં ઉતારી દેતા પોતાને તથા ક્લીનર વિકાસ શ્યામજી યાદવને શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી સ્થળ ઉપર પોતાનું તથા વિકાસનું મોત નિપજાવી ગુનો કરતા આમલેથા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:10 pm IST)