Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

શકિતસિંહ ગોહિલને દિલ્‍હી ઉપરાંત હરિયાણાના પ્રભારી બનાવાયા

ગુજરાત કોંગ્રેસના દિગ્‍ગજ નેતા અને રાજ્‍યસભાના સાંસદ

કુમારી શૈલજાને છત્તીસગઢ અને સુખજીન્‍દ્રસિંહ રંધાવાની રાજસ્‍થાનના પ્રભારી તરીકે નિયુકિત

નવી દિલ્‍હી,તા. ૬ : કોંગ્રેસ દ્વારા ત્રણ રાજ્‍યમાં નવા પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના દિગ્‍ગજ નેતા શકિતસિંહ ગોહીલને કોંગ્રેસ હરિયાણાના પ્રભારી બનાવ્‍યા છે. કોંગ્રેસ દ્વારા ત્રણ રાજ્‍યમાં નવા પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના દિગ્‍ગજનેતા શકિતસિંહ ગોહીલને કોંગ્રેસ હરિયાણાના પ્રભારી બનાવ્‍યા છે. તેઓ હાલ દિલ્‍હીના પ્રભારી છે આ ચાર્જ તેમની પાસે યથાવત રહેશે. કુમારી શૈલજાએ કોંગ્રેસ છત્તીસગઢના પ્રભારી બનાવ્‍યા છે. 

(11:47 am IST)